Satya Tv News

અમદાવાદમાં માઇકા ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કોન્સ્ટેબલ આરોપી નિકળ્યો છે. ક્રાઇમ બ્રાંચે પંજાબથી આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક પ્રિયાંશુ જૈનની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યાના 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢિયાર નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢિયારને ઝડપી પાડ્યો છે. પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

જ્યા હત્યા થઇ હતી. તેની આસપાસ એક કિલોમીટરમાં કોઇ પણ સીસીટીવી ન હતા. પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. ત્યાર બાદ વિરેન્દ્રસિંહ પઢિયાર તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો, પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો છે.

error: