સોમી અલી પર જીવલેણ હુમલો થયો છે. સોમીએ પોતે એ વાતનો ખુલાસો કર્યો છે કે તે માનવ તસ્કરીનો શિકાર મહિલાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેમના પર જીવલેણ હુમલો થયો અને તેમના હાથમાં ફ્રેકચર થઈ ગયું. આટલું જ નહીં એમને ઘણી ઈજા પણ થઈ છે.સોમી અલી પોતાની સોશિયલ એક્ટિવિસ્ટ પણ ગણાવે છે. 48 વર્ષીય સોમીનું કહેવું છે કે એ માનવ તસ્કરીના પીડિતોને બચાવવા માટે પોલીસની સાથે મળીને કામ કરે છે. સોમીએ કહ્યું કે તેને કારમાંથી બહાર આવવાની પરવાનગી ન હતી, જ્યાં સુધી પીડિતને ઘરની બહાર ન કાઢી લેવામાં આવે. પરંતુ તેમનો અનુભવ આ મામલે થોડો અલગ હતો. કારણ કે તે બહાર કેટલાક લોકો સાથે તસ્કરોની રાહ જોઈ રહી હતી.
સોમીએ આગાળ જણાવ્યું, “જયારે હું પીડિતાને બચાવવા માટે પોતાની કારમાંથી નીકળી તો અચાનક તસ્કર આવી ગયા, એમાંથી એકે મારો ડાબો હાથ પકડી લીધો અને એને એ રીતે મરડી નાખ્યો કે હું ચીસ પાડી ઉઠી. ભગવાનની દયા છે કે આનાથી મને માત્ર હેરલાઈન ફ્રેકચર થયું, પરંતુ મને ખૂબ જ દુખી રહ્યું છે અને પથારીમાં પડી છું.” સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં 6થી 8 અઠવાડિયા લાગી શકે છે. કાંડું ખૂબ જ સૂઝી ગયું છે. ડોકટરોએ થોડો સમય હાથ પર પ્લાસ્ટર લગાવી રાખવા કહ્યું છે. હું કોઈની સાથે હાથ મલાવી શકતી નથી.