Satya Tv News

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ જણાવ્યું હતું કે, CNG કંપનીઓને ઘરેલુ ગેસ સપ્લાયમાં વધુ ઘટાડો તેના નફા પર અસર કરી શકે છે. એક મહિનામાં બીજી વખત સરકારે છૂટક CNG વિક્રેતાઓને સ્થાનિક રીતે ઉત્પાદિત સસ્તા કુદરતી ગેસના સપ્લાયમાં ઘટાડો કર્યો છે. રાજધાની દિલ્હી અને આસપાસના શહેરોમાં વાહનો માટે CNG અને ઘરોમાં પાઈપથી રાંધણગેસ પહોંચાડનારી કંપનીએ શેરબજારને આપેલ માહિતીમાં જણાવ્યું કે, 16 નવેમ્બરથી સ્થાનિક સપ્લાયમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.

એક મહિનામાં બે વખત સપ્લાયમાં કાપ મૂક્યા બાદ અને IGL દ્વારા નફામાં ઘટાડાના સંકેત આપ્યા પછી આગામી સમયમાં CNGની કિંમતમાં વધારો થઈ શકે છે. સરકારે પહેલા વાહનોને CNG વેચતી શહેરી ગેસ વિતરણ કંપનીઓને સસ્તા ગેસના સપ્લાયમાં 21 ટકા અને હવે 20 ટકાનો ઘટાડો કર્યો છે. સરકારના આ પગલા બાદ મોંઘા ઈમ્પોર્ટેડ ઈંધણ પર કંપનીઓની નિર્ભરતા વધશે. સસ્તા ગેસની અછતની ભરપાઈ કરવા માટે કંપનીઓએ મોંઘો ગેસ ખરીદવો પડશે. જેના કારણે CNGની કિંમત વધી શકે છે.એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નફો જાળવી રાખવા માટે IGL CNGના ભાવમાં રૂ. 5 થી 6નો વધારો કરી શકે છે.

error: