Satya Tv News

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલામાંથી એક આરોપીની ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે.પેટલાદમાંથી પકડાયેલા શખ્શનો આરોપીઓ સાથે આર્થિક વ્યવહાર થયા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પેટલાદથી સાહિલ મલેક નામના અન્ય શખ્સની અટકાયત કરી હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે ગત 12 ઓક્ટોબરે 66 વર્ષીય NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી. બાંદ્રા પૂર્વના નિર્મલ નગર વિસ્તારમાં બાબા સિદ્દીકી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

રવિવારે UP STF અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે બહરાઈચ જિલ્લાના નાનપારામાંથી શૂટર શિવકુમારની ધરપકડ કરી હતી. શૂટર શિવકુમારે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના પ્લાનિંગ અને તેને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો શોખીન આ આરોપી ગુનો કર્યા બાદ ભારતની સરહદ પાર કરીને નેપાળ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પોતાના પ્લાનમાં સફળ થાય તે પહેલા પોલીસે તેને પકડી લીધો. પોલીસે તેને મદદ કરવાના આરોપમાં યુપીમાંથી અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરી છે.

error: