Satya Tv News

અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગમાં મોત બાદ હવે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે આ હત્યા થઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. કાગડાપીઠ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે ગઇકાલની માથાકુટ ચાલતી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

error: