
આરોગ્ય વિભાગે તપાસ કરીને PMJAY યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3 હોસ્પિટલ તો સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથની એક એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત આ સાથે જ ડૉ. પ્રશાંત વજીરાણી સહિત 4 સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે.
(સસ્પેન્ડ કરાયેલ હોસ્પિટલો)
જીવન જ્યોતિ આરોગ્ય સેવા સંઘ ગીર સોમનાથ
નરીત્વ ટર્નિગ પોઇન્ટ હેલ્થ કેર પ્રા. લી-અમદાવાદ
શિવ હોસ્પિટલ -અમદાવાદ
નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ રાજકોટ
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ -સુરત
સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ -વડોદરા