Satya Tv News

ભાવનગરના ફુલસર રોડ પર કાંતિનગરમાં પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના પ્રકાશમાં આવતા હવસખોર આધેડ સામે ચોતરફથી ફિટકાર વરસી હતી. બાળકીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ (એ) (બી), પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી શખ્સને ઝડપી લીધો હતો.

આ કેસ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજ એમ.બી. રાઠોડની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટમાં દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી પોક્સો એક્ટની કલમ ૩, ૫, ૬ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવીને નરાધમને ૨૦ વર્ષની સજા, રોકડ રૂા.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ભોગબનનારને ચૂકવવો તેમજ રૂા 6 લાખનું કમ્પેન્શેસન સ્કીમમાંથી ભોગબનનારને આપવા અદાલતે હુકમ કર્યો છે.

error: