મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થશે. આ પહેલા મહારાષ્ટ્રની ચૂંટણી લોહીયાળ બની છે. મહારાષ્ટ્રમાં ભાજપના મહાગઠબંધનના ઉમેદવાર ધારાસભ્ય પ્રતાપ અડસદની બહેન અર્ચનાતાઈ રોટે પર સતેફલ નજીક છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રતાપ અડસદના તમામ અભિયાનો તેમની બહેન સંભાળે છે. તેઓ ગામડે ગામડે જઈને સવારથી સાંજ સુધી પ્રચાર કરી રહ્યા છે. જો કે આજે રાત્રે સાતથી આઠ અજાણ્યા શખ્સોએ સતેફળ ફાટક નજીક તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો.
અમરાવતીમાં ભાજપના પૂર્વ સાંસદ નવનીત રાણાની એક સભામાં શનિવારે વિવાદ થયો હતો. આ દરમિયાન ભીડ ઉગ્ર બની હતી અને લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેકી હતી. યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં આયોજિત આ સભામાં કેટલાક લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેકી હતી.