
અમદાવાદ શહેરની અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આવી હતી. જેમાં શિયાળો શરૂ થતાં જ ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવા વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવી રહી છે. ઉપરાંત વાલીઓને ખાસ પ્રકારના બ્લેઝર અને જેકેટ ખરીદવા માટે સૂચના અપાઈ હતી. શિયાળામાં શાળામાંથી જ બ્લેઝર અને જેકેટ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.શાળા દ્વારા જેકેટની ફીનું પેમેન્ટ કર્યા બાદ વાલીઓને પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલવાનું કહેવામાં આવ્યું હતી. હાલમાં જ્યારે ડીઇઓએ ગણવેશના સ્વેટર માટે દબાણ ન કરવા શાળાઓને આદેશ કર્યો છે. જેમા તેઓએ વિદ્યાર્થીઓ જે ગરમ કપડા પહેરીને આવે તે માન્ય રાખવાની સૂચના પણ આપી હતી. ત્યારે અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ DEOના આદેશને ઘોળીને પી ગઈ હોય તેવું દેખાઇ રહ્યું છે.