
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તાજેતરમાં જ 70 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયથી લગભગ 4.5 કરોડ પરિવારોને વ્યાપક સ્વાસ્થ્ય કવરેજ આપવામાં આવશે. 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને પ્રતિ પરિવાર પાંચ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાનું કવરેજ મળશે.આ લાભ લેવા માટે લાભાર્થીએ આયુષ્માન ભારત વરિષ્ઠ નાગરિક યોજના ની વેબસાઈટ પોર્ટલ અને આયુષ્યમાન એપના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ એપ્લિકેશન google play store પર android માટે ઉપલબ્ધ છે. આ ફ્રી સ્વાસ્થ્ય વિમાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે આધાર કાર્ડ, મોબાઈલ અને ઇમેલ આઇડીની જ જરૂર પડશે. ત્યાર પછી કોઈપણ વરિષ્ઠ નાગરિક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણની વેબસાઈટ અથવા તો આયુષ્યમાન એપના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઇન આવેદન કરી શકે છે.