Satya Tv News

બીલીમોરાના મોરલી ગામનો ધ્રુવીક પટેલ પોતાનું એક્ટિવા લઇને ભેસલા ગામના તેના મિત્ર સાથે ગતરાત્રે પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન બીલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પર સામેથી આવતી અર્ટિગા કારે ધડાકાભેર ટક્કર મારી હતી. સામે આવેલા સીસીટીવીમાં જોઇ શકાય છે કે, આ ટક્કર એટલી ભયંકર હતી કે એક્ટિવાની પાછળ બેઠેલો યુવક હવામાં દડાની જેમ પાંચ ફૂટ ઉછળીને રોડ પર ફંગોળાયો હતો. અકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

આ ગંભીર અકસ્માતમાં બંને યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં તુરંત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધ્રુવીક પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી બાદમાં તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલા અને અકસ્માતમાં દડાની જેમ ફંગોળાયેલા ધ્રુવીક પટેલના મિત્રની હાલ સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી બંને વાહનો કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે.

error: