Satya Tv News

લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસ્થાપિત પત્રકાર જગત સાથે સંકળાયેલા યુવા પત્રકાર સર્જન વસાવાએ નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા “રાષ્ટ્રીય માનવસેવા રત્ન એવોર્ડ – ૨૦૨૪” કાર્યક્રમ યોજાયો

લિટલ થિયેટર ગ્રુપ ઓડિટોરિયમ મંડી હાઉસ દિલ્લી ખાતે ભારતની અનેક હસ્તીઓનું “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ – ૨૦૨૪ થી સન્માન;

લીટલ થિયેટર ગૃપ ઓડિટોરિયમ મંડી હાઉસ નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નવી દિલ્હીના અધ્યક્ષ ડો. ટી. એમ. ઓમકારની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ – ૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના અલગ અલગ રાજ્ય માંથી કુલ ૧૨૦ થી વધુ લોકોને “રાષ્ટ્રીય માનવસેવા રત્ન એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંથી નર્મદા જિલ્લાના યુવા પત્રકાર સર્જન વસાવાને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રકૃતિના ખોળે વસેલો ગુજરાતના રાજ્યના નર્મદા જિલ્લાનો દેડિયાપાડા તાલુકો જ્યાંનું ગારદા ગામ… ગારદા ગામના યુવા પત્રકાર અને એડિટર/ઓનર (નર્મદા સંદેશ) સર્જન વસાવાએ પત્રકાર ક્ષેત્રે ખુબ જ નાની વયમાં ખ્યાતિ મેળવી છે. લોકશાહીના ચોથા અને મજબુત સ્તંભ તરીકે પોતાને પ્રસ્થાપિત કરનાર પત્રકારત્વ જગતમાં પોતાને એક પત્રકાર તરીકે પ્રસ્થાપિત કરવું એ વાસ્તવમાં બિરદાવવા પાત્ર છે. સર્જન વસાવાને નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ – ૨૦૨૪” થી એનાયત કરીને સન્માનિત કરાયો છે. પત્રકારત્વ ક્ષેત્રના પ્રારંભિક કાળમાં જ યુવા પત્રકારે તરીકે શ્રી વસાવાએ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે જે નર્મદા જિલ્લાના યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હરહંમેશ અન્યાય, શોષિત, વંચિતોની અભિવ્યક્તિનો અવાજ મીડિયાના માધ્યમથી પ્રજા અને તંત્ર સમક્ષ ઉજાગકર કરીને ન્યાય કાર્ય સુપેરે પાડી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સાથે જોડાઈને ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદગાર બની જરૂરી સામગ્રીઓ આપવાનું કાર્ય એક નિષ્ઠાપૂર્વક કરી રહ્યું છે.

આ કાર્યક્રમમાં સભ્ય રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય ધન્યકુમાર જીનપ્પા ગુંડે, નાણા મંત્રાલયના મુખ્ય સચિવ સંજીવકુમાર, એમ્બેસી ઓફ પેલેસ્ટાઈનના કાઉન્સેલર બસમ ફાહલીસ, સામાજિક કાર્યકર્તા સવિતા અરોરાઅને પ્રકાશ જૈન દીપપુરાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

error: