Satya Tv News

અમેરિકન અધિકારીઓના આરોપ બાદ બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં ધડાધડ વેચવાલી જોવા મળી હતી અને શેરોના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સમાં 10-10 ટકાનો ઘટાડો થયો છે. તો અદાણી પાવર લગભગ 13 ટકા જેટલો ઘટ્યો છે. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી 17 ટકા અને અદાણી એનર્જી સોલ્યુશન 20 ટકા જેટલો ઘટી ગયો છે. ACCમાં 12.75 ટકાનો ઘટાડો છે. અંબુજા સિમેન્ટમાં પણ 10 ટકાની નીચી સર્કિટ લાગી છે.અદાણી વિલ્મર પણ 9.31 ટકા ઘટ્યા છે. આ શેરોના ભાવ ઘટતા તેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી છે. અબજોપતિઓમાં તેમનો દરજ્જો પણ ઘટી ગયો છે. હવે તેની 60.1 અબજ ડૉલર નેટવર્થ થઈ ગઈ છે.

અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકન રોકાણકારોને છેતરવાનો અને સરકારી અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી અને એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ સામે પણ આરોપો લગાવવામાં આવ્યા છે.

error: