Satya Tv News

ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ આ ફિલ્મને ગુજરાત સરકારે ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના કોચ s7 અને s6 માં 59 જેટલા કાર સેવકોને જીવતા બાળી દેવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. ત્યારે તે જ મુદ્દા ઉપર 15 તારીખના રોજ જી સાબરમતી રિપોર્ટ નામની હિન્દી ફિલ્મ રિલીઝ થઈ છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠન અને કોર્પોરેશનના પદાધિકારીઓએ ફિલ્મને નિહાળી હતી. આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂર પણ જોડાયા હતા.

ફિલ્મ જોયા બાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત માં પણ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ટેકસ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ માં ગોધરા ની હકીકત ને લોકો સુધી પહોચાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે, ખૂબ સારું રિસર્ચ કરેલી સ્ટોરી છે , ફેકટ બેઝ મૂવી છે અને દેશના ખૂણે ખૂણે હાઉસ ફૂલ છે. ત્યારે ગુજરાત સરકાર પણ ફિલ્મ ને ટેકસ ફ્રી કરવાની જાહેરાત કરીએ છીએ.

error: