ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 686 રૂપિયા ચડીને 76,559 રૂપિયા પર પહોંચ્યું જે અગાઉ 75873 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી તૂટી છે અને તેમાં 336 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. હાલ ચાંદી ગગડીને 90,620 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે જે ગત સત્ર અગાઉ 90,956 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ ચડેલો જોવા મળી રહ્યો છે. MCX પર ગોલ્ડ ફ્યૂચર્સ 226 રૂપિયાની તેજી સાથે 76,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. ગત કારોબારી સત્રમાં તે 76,034 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 506 રૂપિયાની તેજી સાથે 90,595 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી જે ગત કારોબારી સત્રમાં 90,089 રૂપિયા પર બંધ થઈ હતી.