Satya Tv News

ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ આપવાના અને સરકારી અધિકારીઓ અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમની સામે અમેરિકન કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ત્યારે આ બધા વચ્ચે હવે વ્હાઇટ હાઉસનું નિવેદન આવ્યું છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે અમે આ આરોપોથી વાકેફ છીએ.

વ્હાઇટ હાઉસના કેરેન જીન-પિયરે કહ્યું છે કે અદાણી પર જે આરોપ લગાવવામાં આવ્યા છે, તેનાથી અમે વાકેફ છીએ. તેમની પર લાગેલા આરોપો જાણવા અને સમજવા માટે અમારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસે જવું પડશે. જ્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો સવાલ છે, મારું માનવું છે કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે આ સંબંધ આગળ પણ બની રહેશે. ખરેખર, આ એક એવો મામલો છે, જેના સંબંધમાં તમે SEC અને DOJ સાથે સીધી વાત કરી શકો છો. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચનો આરોપ લગાવવામાં આવ્યો છે. અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે. હકીકતમાં, યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે ભારતમાં સોલાર એનર્જી સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (લગભગ 2200 કરોડ રૂપિયા)ની લાંચ આપી હતી.

error: