Satya Tv News

મહારાષ્ટ્ર ચૂંટણીના વલણોમાં મહાયુતિના જોરદાર કમબેકને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની પ્રથમ પ્રતિક્રિયા બહાર આવી છે. તાજેતરના વલણોમાં, મહાયુતિ 221 બેઠકો પર આગળ છે અને અઘાડી માત્ર 55 બેઠકો પર આગળ છે. આ વલણો પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આ જનતાનો નિર્ણય નથી પણ આમાં કઈ ખોટું થઈ રહ્યું છે.તેમણે કહ્યું કે, મહાયુતિએ સમગ્ર મશીનરી પર કબજો કરી લીધો છે. આ રાજ્યના લોકો બેઈમાન નથી. શિંદેના તમામ ઉમેદવારો કેવી રીતે જીતી શકે? આ શક્ય કેવી રીતે.?

સંજય રાઉતે કહ્યું, ‘આવા પરિણામો મહારાષ્ટ્ર પર લાદવામાં આવ્યા છે. અમે મહારાષ્ટ્રના લોકોની લાગણીઓને જાણીએ છીએ અને આવું ન થઈ શકે એ અમને ખબર છે. લાડકી બહેન યોજના અંગેના પ્રશ્ન પર રાઉતે કહ્યું, ‘અહીં લાડકા ભાઈઓ અને દાદાજી પણ છે. અમે જાણીએ છીએ કે અહીં શું ચાલી રહ્યું છે, જે નિર્ણય લેવામાં આવ્યો છે તે જનતાનો નથી.

error: