ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,089 રૂપિયાના કડાકા સાથે 76,698 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જે અગાઉ 77,787ના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 1,762 રૂપિયા ગગડીને 89,088 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળી છે. જે અગાઉ 90,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજાર MCX ની વાત કરીએ તો સોમવારે સોનું 1.21 ટકા એટલે કે 936 રૂપિયાના કડાકા સાથે 76680 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ થતું જોવા મળ્યું. ગત કારોબારી સત્રમાં તે 77,616 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ક્લોઝ થયું હતું. સોનાની જેમ જ ચાંદીમાં પણ કડાકો જોવા મળ્યો છે. MCX પર 1248 રૂપિયા (1.37 ટકા)ના ઘટાડા સાથે ચાંદી 89520 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર ટ્રેડ થઈ રહી છે. ગત કારોબારી સેશનમાં તે 90,768 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર ક્લોઝ થઈ હતી.