Satya Tv News

આઈપીએલ ઓક્શનના પ્રથમ દિવસે ઓક્શનમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અર્શદીપ સિંહ આઈપીએલમાં મોંઘા ભારતીયોના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ખાસ વાત છે કે જેટલી અર્શદીપની નેટવર્થ નથી તેનાથી વધુ પૈસામાં પંજાબ કિંગ્સે તેને ખરીદ્યો છે. અર્શદીપની નેટવર્થ 10 કરોડ રૂપિયાની આસપાસ છે, પરંતુ હવે આઈપીએલમાં તેની હરાજી કુલ સંપત્તિથી ઉપર જતી રહી છે. અર્શદીપને 2019માં પંજાબ કિંગ્સે માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2022માં 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પરંતુ હવે ઓક્શનમાં ઉતરતા અર્શદીપ માલામાલ બની ગયો છે.

અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયા માટે સતત ટી20 મેચ રમી રહ્યો છે. અર્શદીપ સિંહ અત્યાર સુધી 60 ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં 95 વિકેટ લઈ ચુક્યો છે. તેની ખાસ વાત પાવરપ્લે સિવાય ડેથ ઓવર્સમાં વિકેટ લેવાની છે. આ કારણ છે કે પંજાબ કિંગ્સે તેના માટે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. અર્શદીપ સિંહે સૌથી પહેલા વર્ષ 2019માં પંજાબ કિંગ્સ તરફથી આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું. અત્યાર સુધી તે પંજાબ કિંગ્સ માટે 65 મેચ રમી ચુક્યો છે અને 76 વિકેટ લીધી છે. તે એક મેચમાં પાંચ વિકેટ અને બે મેચમાં ચાર વિકેટ પણ લઈ ચુક્યો છે.

error: