અમેરિકાના ન્યુ જર્સીમાં હત્યાની ઘટના બની હતી. જેમાં વડોદરાના વૃદ્ધાની હત્યા ગાંધીનગરના ભાડુઆતે જ કરી હતી. ગાંધીનગરના યુવક કિશન શેઠે વૃદ્ધાની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી લીધા હતા. ડેબિટ કાર્ડ દ્વારા કિશન શેઠે 4500 ડોલર ઉપાડી લીધા હતા. ત્યારે નાસભાગમાં ત્યાની પોલીસે કિશનને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી અમેરિકાના ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચ્યો છે. વૃદ્ધાના મોતથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા તેમના પરિવારજનોમાં શોક ફેલાયો છે.
પોલીસ વેલફેર ચેક માટે જ્યારે રીટાબેનના ઘરે પહોંચી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે ઘરમાંથી કોઈ રિસ્પોન્સ ન મળતા ઘરમાં પ્રવેશી તપાસ કરી હતી. એ સમયે રીટાબેન આચાર્ય તેમના પલંગ પર લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સીસીટીવી કેમેરા અને ઘરમાંથી મળેલા કેટલાક પુરાવાના આધારે પોલીસે કિશન શેઠને ઝડપી લીધો હતો,