
ભરૂચના ઉમલ્લા ખાતે સુમિત વસાવા TRB માં ફરજ બજાવતો હતો.ગતરોજ રાત્રીના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પુર પડપે હંકારી લાવી ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર TRB જવાનને અડફેટમાં લેતાં સુમિત વસાવાને ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો.આ મામલે ઉમલ્લા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.
આ અકસ્માતની ઘટના મમાલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે, મુખ્યમંત્રીને મેઈલ કરવાના ગણતરીના કલાકોમાં જ એક કમકમાટી ભરી ઘટના ઘટી છે જેમાં ઉમલ્લા ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર એક ડમ્પરવાળાએ ટી.આર.બી. જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો જેમનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે.આ ઘટના રેત માફિયાઓ બેફામ રીતે ડમ્પર ચલાવાના કારણે આવી અનેક ઘટનાઓ અવાર-નવાર ઘટે છે જેના કારણે જ હું આવા ગેરકાયદેસર થતાં કામો સામે મારો અવાજ ઉઠાવું છું.જે લોકોને આવા ગેરકાયદેસર થતાં કામોની ચિંતા નથી એ લોકો પણ આની ચિંતા કરે અને આ રેત માફિયાઓનાં પાપનો ભોગ સામાન્ય માણસનાં બને એ માટે અવાજ ઉઠાવો ખુબ જરૂરી છે.ટી.આર.બી. જવાન સ્વ.સુમિત વસાવાને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરું છું સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે એવી અપીલ કરું છું.