Satya Tv News

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિસીયલ પેજ પર મુકેલી પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યાં છે.
તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, શુક્લતીર્થ ગામે ચાર લોકોના ડુબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની મિટિંગમાં તે મુદ્દો ઉડાવી તેની ખાસ ચર્ચા કરી ગેરકાયદે ચાલતી આ પ્રવૃત્તિ બંધ કરાવા જણાવ્યું હતું. છતાં હજી બેરોકટોક રીતે રેતી ખનન ચાલુ છે. ઝઘડિયા તાલુકાના ઇન્દોર તેમજ નાના વાસણા ગામના સ્થાનિક રહીશોએ તેમને કરેલી ગેરકાયદે રેતી ખનનની રજૂઆતને પગલે તેમણે ભરૂચ કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું. જેના પગલે કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ વિભાગની ટીમ તેમજ મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમ વહેલી સવારે 6 વાગ્યે સ્થળ પર પહોંચી રેતી માફિયાઓને પકડવાને બદલે તેમને ભગાડી મુકે છે.તમામ શખ્સો વડોદરાના જિલ્લાના હતાં પણ તેઓ ભરૂચની હદમાં રેતી કાઢી રહ્યાં હતાં. તેમ છતાં કલેકટરની સુચનાથી ત્યાં પહોંચી ખાણ ખનિજ, પ્રાંત તેમજ મામલતદારની ટીમે કાર્યવાહી કરવાના બદલે તેમને ભગાડી મુક્યાં હતાં.રેતી માફિયાઓ નર્મદા નદીમાંથી ગેરકાયદે ખનન કરે છે તે ત્રણેય જિલ્લાના વહિવટી અધિકારીઓ તેમજ ખાણ ખનીજ અધિકારીઓ જાણતાં હોવા છતાં તેમની સામે કાર્યવાહી કરતાં નથી. રેત માફિયા આ બધાને દર મહિને લાખો રૂપિયાના હપ્તા આપે છે તેવો ગંભીર આક્ષેપ પણ સાંસદે પોતાની પોસ્ટમાં કરી છે.

error: