Satya Tv News

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્ત્વની માહિતી મળી હતી અને તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા તે સમયે ચિરાગની ખેડાથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદની ધરપકડ ઉદયપુરથી કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે. ત્રણેય આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

શરૂઆતમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય છ આરોપી ફરાર હોઇ તેઓની શોધખોળ ચાલી રહી હતી. તેમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે હજી પણ આ મામલામાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હજી પણ ફરાર હોઇ તેઓની શોધખોળ યથાવત્ રાખવામાં રાખવામાં આવી છે.

error: