અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા રીન્કુસિંહ મુનેન્દ્રપ્રતાપસિંહ અને તેઓના કૌટુંબિક મામા સતેન્દ્રસિંહ તેમજ ૫૫ વર્ષીય નાના કૃષ્ણપાલસિંઘ ગંગાસિંઘ કુસવાહા સાથે બાઈક લઇ અંદાડાથી ટાઈલ્સ ફીટીંગનું કામ પૂર્ણ કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલના યુ-ટર્ન નજીક ટ્રાફિક હોવાથી તેઓ બાઈક થોભાવી ઉભેલ હતા તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે યુ-ટર્ન લેતા બાઈકને અડફેટે લીધી હતી.આ અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે રીન્કુસિંહ અને સતેન્દ્ર સિંહને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.