મોડી રાત સુધી ચાલેલા રી-કન્સ્ટ્રક્શન આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી. જ્યાં યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો. જ્યાંથી તે દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવતો હતો ત્યારે અહીં લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઇ ગયો હતો. બાદમાં મોકો મળતાં અંદાજે 10 ફૂટ ઉંચી દીવાલ કુદી ભાગી છૂટ્યો હતો. જોકે, આ હળભળાહટમાં આરોપી તેનો સામાન છોડીને ગયો હતો.
આ રી-કન્સ્ટ્રકશન ઉદવાડા રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ખનકીની પાળી પર બેસીને બીડી પિતો હતો, આ દરમિયાન રેલવે કિમિ નં. 217ના પોલ નં 13 પાસેથી લગભગ ત્રણ વાગ્યાના સુમારે વિદ્યાર્થિનીને એકલી ચાલતા જોઈ હતી. જેના ઉપર આરોપીની નજર બગડી હતી. જેને લઈને રેલવે ટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં બેસેલા આરોપીએ રસ્તામાં આવેલું પાણીનું ખાબોચિયું પથ્થરના સહારે ક્રોસ કર્યું હતું. ત્યાર બાદ આંબાવાડી પાસે યુવતી આવતા અચાનક યુવતી પાસે પહોંચી યુવતીનું ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ યુવતી લાશને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી. જ્યાં તેની સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યુ હતું.