Satya Tv News

શિયાળાને લઇ હવામાન વિભાગે જણાવ્યું હતુ કે ઠંડા પવનની અસરથી મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું હતું. દિવસે પણ ઠંડો પવન ચાલુ રહ્યો હતો. ત્યારે 28 નવેમ્બરથી ઠંડીનો પારો વધુ 1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રી આસપાસ કે નીચે રહેવાની શક્યતા હોવાનું જણાવ્યું હતુ. બીજી તરફ આ અઠવાડિયા સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે દિવસેને દિવસે વધી રહેલ ઠંડીને લઇ લોકો ગરમ કપડા પહેરીને બહાર નિકળી રહ્યા છે. ત્યારે શાળામાં બાળકોએ પણ ગરમ કપડા પહેરવાના શરૂ કર્યા હતા.

error: