પાટણ જિલ્લાના સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું છે.રાત્રિના સર્જાયેલ આ ઘટનાને લઇ સિધ્ધપુર પાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબુમાં લીધી હતી. ત્યારે ઘટનામાં થયેલા મૃત્યુને લઇ સિધ્ધપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.