Satya Tv News

ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચેરમેન અને અજમેર શરીફ દરગાહના પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસીરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, દરગાહ 850 વર્ષ જૂની છે અને તેનું 100 વર્ષ જૂના એક પુસ્તકના આધારે ખંડન ના થઇ શકે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ચિશ્તીએ કહ્યું કે કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી છે, એક દરગાહ કમિટી, ASI અને ત્રીજું લઘુમતી બાબતોનું મંત્રાલય છે. હું ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો વંશજ છું, પરંતુ મને આમાં પક્ષકાર બનાવવામાં આવ્યો નથી.અમે નજર રાખી રહ્યા છીએ.અમે અમારી કાનૂની ટીમના સંપર્કમાં છીએ,અમે તેમની સલાહ મુજબ જે પણ કાયદાકીય પગલાં ભરવાની જરૂર પડશે તે કરીશું.આ એક ન્યાયિક પ્રક્રિયા છે, કોઈપણને કોર્ટમાં જવાનો અધિકાર છે.

સૈયદ નસરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, આજે ભારત ગ્લોબલ શક્તિ બનવા જઇ રહ્યું છે, આપણે ક્યાર સુધી મંદિર-મસ્જિદના વિવાદમાં ફસાતા રહીશું.અજમેરનો ઇતિહાસ 850 વર્ષ જૂનો છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી 1195માં ભારત આવ્યા હતા અને 1236માં નિધન થયું હતું. તે બાદથી અહીં દરગાહ છે. આ 850 વર્ષમાં કેટલાક રાજા-રજવાડા, મુઘલ, બ્રિટિશ અહીં આવીને પ્રસાર થયા સૌની આસ્થા જોડાયેલી છે. અહીં ચાંદીનો કટોરો જયપુર મહારાજાએ ચઢાવ્યો હતો. આ કરોડો લોકોની આસ્થાને ઠેસ છે. આ સમાજને વહેંચવા અને દેશને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

error: