પંચમહાલના ગોધરામાં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એવામાં યુવતીના પિતા અને માતાએ મુસ્લિમ યુવાન પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. પરિવારે આરોપ લગાવતા કહ્યું કે યુવક દ્વારા જ યુવતીની હત્યા કરાઈ છે.મુસ્લિમ યુવક યુવતીને બ્લેક મેઈલ કરી માનસિક ત્રાસ આપતો હોવાનો પરીવારજનો દ્વારા આક્ષેપ કર્યો હતો. મૃતક યુવતીના પરિવારજનો દ્વારા પેનલ પીએમની માંગણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પેનલ પીએમ પણ ગોધરા સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું.