ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને બેઠક ચાલી હતી. લગભગ અઢી કલાક ચાલેલી બેઠકમાં કેબિનેટ વિભાગની પણ ચર્ચા થઈ હતી. જેમાં એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ તેમની 4 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. ચાલો જાણીએ કે શિંદેએ સરકાર પાસેથી શું માંગ્યું.? તેમણે કહ્યું કે સૌથી પહેલા શિવસેનાને કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ સહિત 12 મંત્રી પદ મળે. બીજું- તેમની પાર્ટી પાસે વિધાન પરિષદના અધ્યક્ષનું પદ રહેશે. ત્રીજું- વિભાગમાં ગાર્ડિયન મિનિસ્ટરને યોગ્ય સન્માન મળવું જોઈએ અને ચોથું- ગૃહ અને શહેરી વિકાસ વિભાગનો પણ સમાવેશ કરવો જોઈએ
દિલ્હી બાદ હવે શુક્રવારે મુંબઈમાં મહાયુતિના ઘટક પક્ષોની બેઠક યોજાશે, જેમાં સરકારની રચનાને લઈને મંથન થશે. સૂત્રો તરફથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે અમિત શાહે બે ડેપ્યુટી સીએમના નામ પર પોતાની સંમતિ આપી દીધી છે. એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બની શકે છે.બેઠક બાદ એકનાથ શિંદેએ કહ્યું- બેઠક સકારાત્મક રહી. અમે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે ચર્ચા કરી. આ પહેલી મુલાકાત હતી. મહાયુતિની વધુ એક બેઠક મુંબઈમાં યોજાશે. તેમાં સીએમ અંગે નિર્ણય લેવામાં આવશે.