Satya Tv News

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે મામલે રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો કેમ કંઈ બોલી રહ્યા નથી. ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે શું તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે. ભારત દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે, જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન બન્યા. જો સરદાર પટેલ હોત તો આજે કોઈને પણ કોર્ટમાં જઈને સરવે માટે અરજી કરવી ના પડતી. જવાહરલાલ નહેરુની તૃષ્ટીકરણની નીતિએ દેશને મુશ્કેલીમાં મૂક્યો છે.

પહેલાં પાકિસ્તાનમાં હિન્દુ સમાપ્ત થયા અને હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. હિન્દુ મહિલાઓ પર અત્યાચાર, મંદિરોને તોડવા, લોકોની હત્યા કરવી અને ધાર્મિક આગેવાનોની ધરપકડ થઈ રહી છે. ભારત સરકારે તેને લઈને કડક વિરોધ પણ કર્યો છે. અમે તો વિરોધ પણ કર્યો. બંગાળમાં, ત્રિપુરામાં અમારા લોકો તેના વિરોધમાં ઊભા પણ રહ્યા. પરંતુ રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો હિન્દુઓ પર થતાં અત્યાચાર સામે કેમ કોઈ બોલી રહ્યું નથી. ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે કે, કેમ તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે.પ્રિયંકા ગાંધી સંસદ સભ્ય બન્યાં બાદ ગિરિરાજ સિંહે જણાવ્યું કે “ગાંધી પરિવારના તમામ લોકો રાજકારણમાં આવ્યા તો પણ ભાજપને કોઈ ચિંતાની જરૂર નથી. દેશ કે ભાજપને તેમની હાજરીથી કોઈ પડકાર નથી. “ગાંધી પરિવારના બધા સભ્યો આવી જાય તો પણ આપણે કોઈ તફાવત અનુભવતા નથી,” એમ તેમણે ઉમેર્યું.

error: