Satya Tv News

સચિન પાલી ગામે ગત રાત્રિએ બાળકોએ આઈસ્ક્રીમ ખાધા હતા. જે બાદ 3 બાળકોના મોત થયા. આ ઘટનામાં સચિન પાલી ગામે 4 બાળકોએ એક સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. અને હાલ અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર ઘટનામાં ગંભીર હાલતમાં બાળકને સુરત સિવિલમાં સારવાર માટે દાખલ કરાયું છે. ત્યારે હાલ 3 બાળકોના આ કારણે મોત નિપજતા ગામમા શોકનો માહોલ ફેલાયો છે. ઉપરાંત આઇસ્ક્રીમ વેચનારની સામે પણ લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો.

error: