Satya Tv News

જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદગિરિ મહારાજ હોવાનું બહાર આવ્યું છે જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઇ કરી તેને છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. યુવતીનો નંબર પણ મહંત ગોવિંદગિરિએ બ્લોક કરી દીધો છે. ખુદ યુવતીએ ઠગાઇ થઇ હોવાની સોશિયલ મીડિયા ૫૨ વીડિયો વાયરલ કરી જાણકારી આપી છે.

યુવતીના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સાધુ અને વડોદરાની યુવતી એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વીડિયો પણ મુકવામાં આવ્યો છે. યુવતીએ જણાવ્યું છે કે, જે સાધુ સાથે વીડિયો વાયરલ થયો છે. મહંત ગોવિંદગિરિ મહારાજ છે અને તે પોતે મૂળ રાજસ્થાન બિકાનેરના રહેવાસી હોવાનું જણાવતા હતા. મારી સાથે છથી સાત મહિના રોકાયા હતા ત્યારે તેમણે ભગવા કપડા ઉતારી દીધા હતા. છ સાત મહિના રોકાયા ત્યાં સુધી મારી સાથે રીલેશનશીપમાં હતા, તે બાદ મારી પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. કોઇ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ જુઠ્ઠુ બોલી ચાલ્યા ગયા છે. તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ મારો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો છે. મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે અને ન્યાય અપાવવા માગણી કરી છે.

error: