Satya Tv News

ભારતમાં સૌથી સસતું સોનું કેરળમાં મળે છે. કેરળમાં સોનું સસ્તું હોવા પાછળ અનેક કારણો છે જેમાંનું એક કારણ અહીંના નજીકના પોર્ટ્સથી ગોલ્ડની આયાત સામેલ છે. જેનાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘણી ઘટી જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં ગોલ્ડના વેપારીઓ વચ્ચે ટેક્સ ચોરી પણ સામાન્ય છે. ટેક્સ ચોરી થવાથી બચતનો લાભ આ વેપારીઓ ગ્રાહકોને ઓછા ભાવે ગોલ્ડ તરીકે આપે છે. જેના પરિણામ સ્વરૂપે કેરળમાં સોનું દેશના અન્ય ભાગોની સરખામણીએ સસ્તું મળી રહે છે.

કેરળ બાદ કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો પણ સસ્તા સોનાની યાદીમાં આવે છે. જો કે કેરળનું નામ સૌથી પહેલા નંબરે રહેવાનું કારણ અહીંની આર્થિક અને ભૌગોલિક સ્થિતિ કારણભૂત કહી શકાય જે તેને સોનાના વેપાર માટે એક પ્રભાવી હબ બનાવે છે. આ કારણે કેરળના લોકો સોનાના સૌથી મોટા સંરક્ષક પણ મનાય છે.

error: