Satya Tv News

સુરતના અલથાણમાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો માહોલ છવાયો છે.

ભાજપ મહિલા મોરચાના વોર્ડ નં. 30ના પ્રમુખના શંકાસ્પદ આપઘાત મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે. હત્યા કરવામાં આવી હોય તેવા કોઈ આક્ષેપ મૃતકના પતિએ કર્યા નથી. મૃતકના પતિ સાથે તમામ બાબતે ચર્ચા કરવામાં આવી છે. પરિવારજનોને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. પોસ્ટમોર્ટમ બાદ જે રિપોર્ટ આવશે તેને આધારે પોલીસ કાર્યવાહી કરશે. ઘણા એવા કેસોમાં થાય છે કે મૃતદેહને પરિવારજનો અથવા આસપાસના લોકો સીધા જ હોસ્પિટલ લઈ જાય છે. ત્યાર બાદ હોસ્પિટલ આવી પોલીસને જાણ કરવામાં આવે છે. આ પ્રકારની ઘટના ખૂબ જ સમાન્ય બબાત છે. જે પણ કાર્યવાહી છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે. હાલ પોલીસ આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: