ડીંડોલી પોલીસ દ્વારા મેગા કોબિંગ દરમિયાન બે મહિલાઓ પાસેથી ચોરી અને સ્નેચિંગ કરેલા 77 મોબાઈલ ફોનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે ₹4.79 લાખ છે
આ બંને મહિલાઓ સુરત-મુંબઈ રેલવે લાઈન પર મુસાફરોના ચોરી અને સ્નેચિંગ કરેલા મોબાઈલને જથ્થાબંધમાં અન્ય આરોપીઓ પાસેથી ખરીદતી હતી અને પછી છૂટકમાં વેચાણ કરતી હતી. હાલ તેઓ કોની પાસેથી આ મોબાઈલ ખરીદતી હતી તે દિશામાં વધુ પૂછપરછ ચાલી રહી છે.આ સિવાય, અન્ય બે મહિલાઓ, લતા ગડડું અને નીલમ સંજય જાટને અલગ-અલગ સ્થળોએ દારૂના જથ્થા સાથે ઝડપવામાં આવી હતી. પોલીસને આ દારૂનો જથ્થો મળી આવતા પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે.આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, અને આરોપીઓના અન્ય કનેક્શન પર પણ પોલીસ કડીકડીને તપાસ કરી રહી છે . ધરપકડ કરાયેલી મહિલાઓ ચંદા મુન્ના રાજનટ અને સોનલ અશોક રાજનટ છે.