સ્થાનિક સુરત મહાનગરપાલિકા દ્વારા ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં માર્ગ પરના દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી. તે અંતર્ગત, મજૂર એક ખાનગી સંસ્થાના આદેશથી પહેલા માળે ખાતાના ગેલેરીમાં કામ કરી રહ્યો હતો. કામ દરમ્યાન અચાનક તેનું સંતુલન બગડતાં તે નીચે પટકાઈ ગયો અને ત્યાં લાગેલા GEB ટ્રાન્સફોર્મર પર અથડાયો.દુર્ઘટનામાં મજૂરને ગંભીર ઇજાઓ પહોંચતા, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબી સ્ટાફના જણાવ્યા મુજબ મજૂરની હાલત અત્યંત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે.દુર્ઘટનાના અનુસંધાને સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. GEB દ્વારા ટ્રાન્સફોર્મરની સલામતી સંબંધિત તકલીફોની પણ ચકાસણી કરવામાં આવશે.સ્થાનિક લોકોમાં આ ઘટનાને કારણે રોષ છે, અને તેઓ મજૂર સુરક્ષાના પ્રશ્ને કામગીરીમાં વધુ જવાબદારી લાવવાની માંગ કરી રહ્યા છે.