Satya Tv News

અંકલેશ્વરના ઉમરવાડા – સુરતી ભાગોળ રોડ પર સનત રાણા હોલની દીવાલ નજીકથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો હોવાની ઘટનાને લઈને ચકચાર મચી છે,પોલીસે મૃતદેહની તપાસ કરતાં કોઈ ઓળખ માટેના પુરાવા મળી આવ્યા નથી. ઇસમના ડાબા હાથ પર અંગ્રેજીમાં “ઝેડ.ઈ.” લખેલું ચંદણ જોવા મળ્યું છે, જે તપાસમાં મદદરૂપ બની શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને મોતના કારણ અંગે સ્પષ્ટતા મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.આજે સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી, અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક સૂત્રોના આધારે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. જો કોઈને મૃતકની ઓળખ વિશે જાણકારી હોય તો અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

error: