Satya Tv News

અંકલેશ્વરમાં વાહનોથી ધમધમતા ચૌટાનાકા પાસેથી વિદેશી દારૂની ખેપ મારતી કાર ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીને પોલીસે વલસાડના કચી ગામેથી ઝડપી પાડ્યો હતો.ગત તારીખ 12 નવેમ્બરના રોજ ભરૂચ એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે, સજોદ ગામમા રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાની સ્વિફ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપી પોતાના માણસ ચિરાગ પ્રજાપતિ થકી નિકોરા ખાતે રહેતો કાલિદાસ વસાવાને ત્યાં ખાલી કરવા મોકલનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી કાર આવતા તેને અટકાવી કારમાંથી વિદેશી દારૂની 432 નંગ બોટલ મળી કુલ 3.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચી નાકા સ્થિત વાઘેલાવાડ ખાતે રહેતો ચિરાગ ઉર્ફે કાળીયો દીપક પ્રજાપતિ અને રોહિત ઉર્ફે કાર્તિક રમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.

જયારે બુટલેગર જીતેન્દ્ર અરવિંદ પટેલ સહિત કાલીદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આ પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલા વલસાડના કચી ગામેથી મિલન કિરણ પટેલને ઝડપી પાડ્યો હતો.

error: