Satya Tv News

સુરતમાં બીજો પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ ઉપર કાતિલ પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામાં જ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો શૈલેષ એસ.વસાવા (ઉ.વર્ષ 37) હોવાનું જાણવા મળ્યું છે. ગત મોડી સાંજે મૃતક યુવક તેની પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન ઘટના બની હતી. લોહીથી લથપથ હાલતમાં હાજર લોકો યુવકને કીમ ગામની સાધના હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઉત્તરાયણ ના દોઢ મહિના અગાઉથી કાતિલ પતંગના દોરાનો કહેર સામે આવતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

error: