ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા બાદ બુધવારે પીડિત પરિવારોને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગાઝીપુર બોર્ડર પર અટકાવાયા હતા. અહીં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.રાહુલ-પ્રિયંકાને રોકવા માટે ડીએમ રાજેન્દ્ર પૈંસિયાની સૂચના પર દિલ્હી નજીક આવેલા યુપીના ચાર જિલ્લા ગાઝિયાબાદ, નોઈડા, અમરોહા, બુલંદશહેરમાં પણ સરહદો સીલ કરી દેવામાં આવી છે.ગાઝીપુર બોર્ડર પર પોલીસ ચેકિંગના કારણે 2-3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે. કમિશનર અંજનેય સિંહે રાહુલને સંભલમાં આવવાની ના પાડી છે. તેમણે કહ્યું છે કે જિલ્લામાં અત્યારે તણાવ છે.સંભલના ડીએમ રાજેન્દ્ર પાંસિયાએ દિલ્હી નજીક આવેલા યુપીના 4 જિલ્લા ગાઝિયાબાદ, નોઈડા, અમરોહા, બુલંદશહરની પોલીસને પત્ર લખ્યો છે. કહેવાય છે કે રાહુલની હિલચાલ પર નજર રાખવામાં આવે. તેમને રોકવાની વ્યવસ્થા કરવામાં આવે.બુધવારે સવારે દિલ્હીથી યુપીમાં એન્ટ્રીની ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી સવારે 7 વાગે નોઈડા પહોંચ્યા અને પછી પરત ફર્યા. તેઓ કોઈ અંગત કામ માટે આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.