Satya Tv News

દાહોદમાં દેવગઢ બારીયાના તોયણી ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. તોયણી ગામના રંધિકપુર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બઢો ભયાનક હતો કે, એક શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે અન્ય બે લોકો કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેઓનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ તરફ અકસ્માતમાં અન્ય 3 લોકોને પણને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા છે.અક્સ્માતમાં વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓનું મોત થયું છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દર્દનાક અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: