વાયદા બજાર MCX પર સોનું સવારે 56 રૂપિયાની મામૂલી તેજી સાથે 76,022 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જે કાલે 75,966 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 474 રૂપિયાની તેજી સાથે 90,219 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,745 પર બંધ થઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 96 રૂપિયાની હળવી તેજી સાથે 76,420 રૂપિયાની સપાટી પર જોવા મળ્યું જે કાલે 76,324 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 370 રૂપિયા વધીને 90,350 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે. જે કાલે 89,980 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ક્લોઝ થઈ હતી.