વડોદરાના સોમાં તળાવથી એસએસવી કૃત્રિમ તળાવ પાસેના ચાર રસ્તા પાસે મગંળવારની રાત્રે દારુ પીધેલા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકની પાછળ બેઠેલા ટ્રાફિક પોલીસ કર્મીના 17 વર્ષીય વિદ્યાર્થી પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ડમ્પર ટક્કર મારતાં બાઈક પર સવાર બન્ને કિશોરો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ પણ ડમ્પર ચાલકે 30 ફૂટ બાઈકને ઢસેડ્યું હતું. અક્સમાત બનતા લોક ટોળાએ દારુ પીધેલા ડમ્પર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. હાલમાં કપૂરાઈ પોલીસે ડમ્પર ચાલકની વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.