Satya Tv News

સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતિ ઈમ્પેક્ષના ઓનર સુરેશ ભોજપરાને 4થી 5 મહિના પહેલાં મગજની નળી ફાટી ગઈ હતી અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા. મારૂતિ ઈમ્પેક્ષમાં કોઈ પાર્ટનર ન હતા અને કંપની એકલા હાથે ચલાવતા હતા. સુરત, ભાવનગર, લાઠી સહિત અલગ અલગ જગ્યાઓ પર નાની મોટી મળીને 100થી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડની ફેક્ટરીઓ કાર્યરત હતી.આ ઉપરાંત વિશ્વના અલગ અલગ 10 દેશોમાં મારૂતિ ઈમ્પેક્ષની ઓફિસ પણ કાર્યરત હતી. તમામ જગ્યાઓ મળીને અંદાજીત 15 હજાર કર્મચારીઓ મારૂતિ ઈમ્પેક્ષમાં કામ કરતાં હતાં. દિવાળી પહેલાં સુરેશ ભોજપરા કોમામાં જતા રહ્યા હતાં, સામી દિવાળીએ જ કર્મચારીઓ કામ વિહોણા ન બને તે માટે તેમના નજીકના સંબંધીઓ દ્વારા ફેક્ટરી ચલાવાવમાં આવતી હતી. પરંતુ હવે હાલ પુરતી કંપની 3થી 4 મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં એક ઓડિયો મેસેજ પણ વાયરલ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓ, મેનેજર, કોમ્પ્યુટર, સહિતના સ્ટાફ અન્ય જગ્યા પર કામ શોધી લે. હાલ પુરતી 3થી 4 મહિના મારૂતિ ઈમ્પેક્ષ કંપની બંધ રહેશે. જો શરૂ થશે તો ફરી તમને જાણ કરવામાં આવશે. હાલ સિક્યોરીટી સિવાય તમામ 15 હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે.

error: