વાલિયા પોલીસે મેરાથી માંગરોલ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇક્કો કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.જયારે કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
વાલિયા તાલુકામાં વિદેશી દારૂનો વેપલો અટકાવવા માટે વિભાગીય પોલીસ વડા દો.કુશલ ઓઝા દ્વારા આપેલ સૂચનાને આધારે વાલિયા પોલીસ મથકના પી.આઈ આર.સી વસાવાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મેરાથી માંગરોલ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાં ખેતરના શેઢા ઉપર ઝાડીમાં કુખ્યાત બુટલેગર રમેશ માધુ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.અને સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા બે ઈસમો ઇક્કો કારમાં કઈક મુક્ત જણાઈ આવ્યા હતા પોલીસના દરોડાને પગલે એક ઇસમ ફરાર થઇ ગયો હતો.જયારે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫૧૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨.૬૯ લાખનો દારૂ અને એક ફોન તેમજ કાર મળી કુલ ૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને માંગરોલના ભીલવાડા ગામના ટાંકી ફળિયામાં રહેતો અભેસિંગ ધના વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર રમેશ વસાવા અને તેના પુત્ર કલ્પેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.