ડેડીયાપાડા તાલુકાના નિઘટ થી તાબદા સુધીનાં રસ્તો ચોમાસા બાદ ખખડધજ હાલતમાં હોય આ રોડને બનાવનાર એજન્સીને વાડવા જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં રોડનું પેચવર્ક શરૂ ન કરતા આખરે સદસ્ય દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી રસ્તાનું કામ ચાલુ કરવા જણાવ્યું છે અને તેમ ન કરવામાં આવે તો રસ્તા રોકી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે લોકોના જાહેર પ્રશ્નો રોડ રસ્તા માટે ચૂંટાયેલા સદસ્યએ વારંવાર રોડનું કામ કરનાર એજન્સીને રજુઆત કરવા છતાં એજન્સી દ્વારા સદસ્યની રજુઆત ની પણ અવગણના થતી હોય નએમ લાગી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં હાલ ભાજપ પ્રેરિત જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ છે. કેન્દ્ર તેમજ રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં એક ભાજપના ચુંટાયેલા પ્રતિનધીને રસ્તાના પેચવર્ક માટે રસ્તા રોકો આંદોલન કરવું પડે એમ છે. વાડવા જીલ્લા પંચાયતના સદસ્ય અને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત નર્મદાનાં અધ્યક્ષ નીતાબેન વસાવા દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી પોતાના મત વિસ્તાર માંથી પસાર થતા નિઘટ થી તાબદા ગામ સુધીનો રસ્તો ડામર પેચ વર્ક કરાવવાની માંગ કરી છે. રોડનું કામ કરતી એજન્સી સોરભ કન્સ્ટ્રકસન અમદાવાદ ને વારંવાર રજૂઆત કરવા છતાં પેચવર્ક ની કામગીરી ચાલુ કરવામાં આવી નથી. તેમણે પત્રમાં જણાવ્યું છે કે લોકોની વારંવાર ફરીયાદ હોય સત્વરે આ કામગીરી ચાલુ કરવા આવે જો દિન -7 માં આ કામગીરી ચાલુ નહીં કરવામાં આવે તો મજબૂરીવશ રસ્તા રોકી ચક્કાજામ કરવા મજબૂર બનીશું. ત્યારે પોતાની સરકારમાં લોકોના કામો માટે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે તે ખૂબ દયનીય બાબત છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા