Satya Tv News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે 1 ડિસેમ્બરે નાગપુરમાં નિવેદન આપ્યું હતું કે, વસતી વૃદ્ધિદર 2.1%થી નીચે ન હોવો જોઈએ. આ માટે 2ને બદલે 3 બાળકો રાખો. જો કોઈ સમાજનો વસતી વૃદ્ધિદર 2.1ની નીચે જાય તો, તે સમાજ આપોઆપ પોતાનો નાશ કરશે. તેમના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ડેડીયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાનું આશ્ચર્યજનક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ 3 કે વધુ બાળકોને ધરાવનાર લોકોના સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે.

મહેશ વસાવાએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સલાહ આપી દીધી હતી. દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું હતું – લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો. જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં. વધુ બાળકો ધરાવતાં પરિવારની આર્થિક સધ્ધરતા માટે મારી પાસે હલ છે, તેમ પણ મહેશ વસાવાએ જણાવ્યું હતું.દિલ્હીના વિધાનસભા સ્પીકર રામ નિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ ચૂંટણી મેદાનથી દૂર થવાની ઘોષણા કરી દીધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 બાળકના માતાપિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માગ કરી છે.

error: