જંબુસરના સોના ચાંદીના વેપારી અને આરએસએસના પ્રખર કાર્યકર્તા નીતિન જયંતીભાઈ ચોકસી દરરોજની માફક આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા કલક જવાના રોડ ઉપર યોગી પાર્ક ગરનાળા પાસે અજાણ્યા વાહની ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેઓનો પરત ફરવાનો સમય થઈ ગયો હતો પરંતુ તેઓ પરત ન આવતાં પરિવાર ચિંતામાં મુકાયું હતું. તેમના પુત્રે તપાસ કરતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ભાગી જતા ની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતાં ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.