Satya Tv News

તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે ત્યારે આજરોજ ગૌરાંગ મકવાણાએ ભરૂચ કલેકટર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારે હવે તેઓ ભરૂચ કલેકટર તરીકે ફરજ બજાવશે. ઔદ્યોગિક નગરી એવા ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે.

error: